ઓરકુટની અટારી પરથી ઘણા મિત્રો મળ્યા એ વાત ને કન્ટીન્યુ કરવાની ઘણા સમયથી તલબ હતી, અને એમાં કોની વાત કેવી રીતે કરવી એ મુંઝવણ હતી, પણ હવે વિચારું છું કે અનુક્રમમાં જે રીતે મળ્યા અને જેઓની સાથે જે કંઇ વાતો શે’ર થઈ એ મુજબ લખું તો ઠીક રહેશે એમાં સૌથી પહેલું નામ આવે નેહલ મહેતાનું.
* 1-નેહલ મહેતા *
આ માણસ બક્ષી સાહેબનો દિવાનો અને સાહિત્યનો જાણકાર જેના પાસેથી ઘણું જાણવાં-શીખવા મળ્યું શરૂઆત કરીયે બક્ષી સાહેબથી.
મેં એમને બક્ષી સાહેબની નોવેલ વિશે પુછ્યું હતું ત્યારે એમનો જવાબ હતો કે –
1987માં એમણે પ્રિય નીકી લખ્યા બાદ 1991માં કોરસ લખી અને 1995માં મારું નામ તારું નામ અને 1999માં છેલ્લી નવલકથા સમકાલ લખી હતી….મેડિકલ રિઆલિઝમ પર એ કોઈક નવલ લખવાનું વિચારતા હતા પરંતુ સમયને અભાવે લખી શક્યા નહિ હોય. એમની નવલકથાઓ વિશે હું જય વસાવડાના નિવેદન સાથે સહમત છું કે બક્ષીબાબુએ નવલકથામાં જે સ્ટાંડર્ડ કે ઊંચાઈ પોતાના માટે નક્કી કરી એ જ એમને ક્યાંક નડી અને પછી એમણે ક્યારેય નવલકથા લખવાની ભૂલ કરી નહિં








3 Comments
August 10, 2008 at 9:02 pm
ના જરાય નહી. આવવા દો તમે..
August 20, 2008 at 7:39 pm
Dear Mr. Rajni,
From where the DVD of Shri Chandrakant Baxi is avialable which is mentioned at webblog
I am interest to buy that DVD. Please give me the details for the said
From
Rahul Dave
CELL:09898231891
February 20, 2009 at 3:14 am
Wecome to Gujarati Webjagat !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com