ઓરકુટ પરની (અને હવે ફેસબુક પરની પણ) ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ નામની કોમ્યુનિટી/ગૃપ સતત ત્રીજા વરસે પણ e_મેગેઝિન નામે ”e_વાચક(૨૦૧૧)” બનાવ્યુ અને દર વરસની જેમ ૨ જૂન ની ડેડલાઈન પણ સાચવી.
સૌ પ્રથમ ડેડલાઈન વિશે વાત કરીયે તો
પ્રથમ THE READERS-2009માં બનાવ્યું એનું વિમોચન શ્રી સૌરભ શાહ દ્વારા
દ્વિતિય e_વાચક-૨૦૧૦માં બનાવ્યું એનું વિમોચન શ્રી સલીલ દલાલ દ્વારા
અને
તૃતિય e_વાચક-૨૦૧૧માંબનાવ્યું એનું વિમોચન શ્રી જય વસાવડા દ્વારા
^ ત્રણેય મહાનુભાવો બીઝી શેડ્યુલની વચ્ચે અને રાતી જગો કરીને પણ ડેડ-લાઈન સાચવવા પુરતો સહયોગ આપ્યો એ કંઇ નાનીસુની વાત નથી.
હવે વાત માંડુ આ વખતની યાને ૨૦૧૧ની. પહેલા અંકના અનુભવ અને ત્રુટીઓ ધ્યાનમાં રાખીને બીજો અંક એનાથી ચડિયાતો બનાવ્યો અને આ ત્રીજી વખતે આગલા બન્ને અંકના અનુભવથી વિશિષ્ટ બનાવવું એવું નક્કી થાય એ સ્વાભાવિક છે. એ માટે કુણાલ ધામીએ ઉજાગરો કરીને 4 GB (!)નું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું, પરંતુ મેગેઝિનમાં આવતી મેટર ગુજરાતી ફોન્ટસમાં હોવાથી મેળ ન પડ્યો અને એની મહેનત પાણીમાં ગઈ. એમાંથી પાર પડીને પણ કંઇ આસાન તો ન જ હતું કેમ કે એક તો કુણાલનો આગ્રહ હતો કે બને ત્યાં સુધી ડિઝાઈન ખુદ બનાવવી અને શક્ય હોય ત્યાં સુધી ’કૉપિ રાઇટ’ મેટરથી દુરી બનાવવી. ત્યારબાદ નિરવ પંચાલ અને કુણાલ ધામી જામી પડ્યા કામમાં અને હું જાણું છું કે એ બન્ને છોકરા કેટલા બીઝી હતા છતાંપણ કંટાળ્યા વગર જેટલી વાર ફેરફારનું સૂચન થયું એનું પાલન કરીને પ્રોફેશનલ ટચ આપ્યો એ બદલ કંઇ ચૂકવણી તો થવાની ન હતી પણ નાના-મોટા ખર્ચા એ વધારાના! (હોપ કે આ વાંચીને એ બન્ને ’ઉઘરાણી’ નહી કરે!
)
એક અન્ય પણ વાત ખાસ નોંધવાની કે નિરવ પંચાલે તો મેગેઝિન માટે લેખ પણ લખ્યો હતો પણ છેલ્લી ઘડીયે એને મઠારવાનો ટાઈમ ન મળ્યો એટલે એણે ખુદ ‘બલિદાન’ આપ્યું. મારા મતે તો ‘મઠારવા’ ની જરૂર જ ન હતી પણ એ કહે કે આને તો ‘ડ્રાફ્ટ’ જ કહેવાય બાકી લેખનું બંધારણ (આદિ-મધ્ય-અંત)તો જળવાય એની તકેદારી રાખવી ખપે.
e_મેગેઝિન પ્રત્યે ઉત્કંઠા જાગે એ માટે મેગેઝિન લોન્ચ થવાને થોડા દિવસો બાકી રહે ત્યારે દર વરસે ”ટ્રેલર” જેવું પણ કરીયે જેની આ વખતેની ઝલક -
પરંતુ આટલી સલાહથી સ્નોડ ગ્રાસને સંતોષ થયો નહીં. તેણે સામો સવાલ કર્યો, ‘પરંતુ નજર સામે બે ટોળાં હોય ત્યારે? બેમાંથી ક્યા ટોળાને મારે અનુસરવું?‘
‘ફોલો ધ લારજેસ્ટ’ પોતાના મિત્ર માટે પિકવિકનો જવાબ હાજર હતો^
આ ‘લારજેસ્ટ ક્રાઉડ’ને અનુસરનારાને રાજનીતિશાસ્ત્રમાં ‘ ડેમોગોગી’ તરીકે ઓળખાવાય છે એમ દિગંત ઓઝાએ કહ્યું છે..
હવે વિચારીયે કે આ હિસાબે આપણું મીડિયા કઈ તરફ હૈસો હૈસો કરે છે? તો એ વિશે આપણા ‘e_વાચક -૨૦૧૧’માં એક મિત્રએ વાત માંડી છે તો રેડી ફોર ધેટ ?
સાચી વાત તો એ છે કે ચોપડીનાં પાનાં ઉપર છપાયેલી વાર્તા પૂરી થયા પછી વાચકના ચિત્તમાં બાકીની અણલખી વાર્તા લખાવા માંડવી જોઇએ. અને એમ થાય તો જ વાર્તાનો પૂરેપૂરો રસાનુભ્વ થઈ શકે છે, એના વાચનનો પરિશ્રમ લેખે લાગે છે અને કલાકૃતિનો સંપૂર્ણ પરિતોષ શક્ય બને છે. સર્જકના જેવું જ સંવેદનતંત્ર ન ધરાવનાર વાચકો માટે ટૂંકી વાર્તાનો આસ્વાદ બેકાર છે. એવા વાચકોએ નવલકથાઓ વાંચીને જ સંતોષ માનવો રહ્યો.”^
એ હિસાબે ટૂંકી વાર્તા એ વાચક અને લેખક બંનેની પરીક્ષા લ્યે છે એવું થયું ને? આપણા e_વાચક -૨૦૧૧ માં પણ બે ટૂંકી વાર્તા છે, જોઇએ એ બન્ને વાર્તા લેખક-વાચકની કેવી’ક પરિક્ષા લ્યે છે અને શું પરિણામ આવે છે?
^ નગીનદાસ સંઘવીઆ તો છાપાં વાંચવાની વાત થઈ અને એ પણ જનરલ….પણ વિદ્યાર્થીનાં વાંચન વિશે? પરિક્ષાલક્ષી કે ‘ભણવાની ચોપડી’ ની વાત નથી , વાત છે ઇત્તર વાંચનની અને એ પણ એક વિદ્યાર્થી દ્વારા લખાયેલી. => આપણા ‘e_વાચક-2011′ની અંદર. બસ જાગતે રહેના, અભી નહીં, 2જૂનના રોજ ! !
ભારતમાં એક પણ મુસ્લિમ મહિલા રાજનેતા કેમ નથી? એ પણ જોવા જેવું છે કે પાંચેય શક્તિશાળી મહિલાઓ સત્તાનો ઈસ્તેમાલ સમજદારીથી કેમ નથી કરતી? એમનામાં અનેક ખામી છે. એમની શક્તિ મહિલા ઉદયનો સંકેત નથી, છતાં એક મહિલાવિરોધી સમાજમાં એમની દબંગાઈ આશ્ચર્યજનક!
^
આપણા ‘e_વાચક-2011′ ને વાંચીને વાચકો કેવા સવાલ કરે છે એ જોવું રહ્યું.
અમદાવાદના પાલડી રેલફાટકની લગોલગ આવેલાં બેઠા ઘાટના બંગલાના મજલા ઉપર એક ટેલિવિઝિન કંપનીની ઑફિસ હતી. એ ટેલિવિઝનવાળા રાબેતા મુજબ ઉત્તમોત્તમ ટીવી બનાવવાનો દાવો કરતા. પરંતુ વર્ષો સુધી તેના ભોંયતળિયે રહેલા મકાનમાલિકે એક પણ જાહેરખબરિયો દાવો કર્યા વગર સબિત કર્યું છે કે એ ઉત્તમ કક્ષાની શબ્દગૂંથણી કરીને બેફામ વેચાય છે અને વંચાય એવી લાજવાબ નવલકથાઓ લખે છે. એમનું નામ અશ્વિની ભટ્ટ.”આવા આ લાજવાબ લેખકની એક ‘મહાનવલ’ વિશે એક વાચકે લાજવાબ લખ્યું છે જે ૨જી જૂન ૨૦૧૧ના રોજ લોન્ચ થઈ રહેલાં આપણા ‘e_વાચક’ માં વાંચી શકશો
ટીવીમાં કોમેડી જોઇ જોઇને એવા ત્રાસી ગયા છીએ કે હવે કોઇ કોમેડીનું નામ લ્યે તો આપણને ‘રોવું’ આવે! પણ હ્યુમર ઇઝ ડિફરન્ટ થીંગ ના? અને એના વગર તો જીવન (ઉજ્જડ) વન સમાન ભાસે એટલે આપણા ૨ જૂન ૨૦૧૧ના રોજ આવી રહેલા ‘e_વાચક-૨૦૧૧’માં પણ હ્યુમર આર્ટીકલ છે જે વાંચીને હળવાફૂલ થઈ જશો એની ગેરંટી લઉ ? !
જે મારી પ્રશંસા કરે છે, એ મારા શુભેચ્છકો છે અને જે મારા દોષ બતાવી મને ટપારે છે એ મારા શિક્ષકો છે. (ચીન)
આ છેલ્લી કહેવત વાચકોને સમર્પિત છે !<= જય વસાવડા
^ જય વસાવડાનાં પુસ્તક “સિનેમા અને સાહિત્ય”માં સમાવેલ ’સ્પેક્ટ્રોમીટર’ના ૧૦૦મા શતકીય લેખની લાસ્ટ લાઇન્સ.


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)






Congratulations to whole team and all writers too. Wish them best in future and would like to see more improved writing too.
Nice article about making of magazine
Pingback: ઈ-વાચકમાં “રીક્ષા અને રીક્ષાવાળાઓ” « હું સાક્ષર..
રજનીભાઈ, મેગેઝીન બનાવવાની આખી પ્રક્રિયા દરમિયાન તમારી લોં પ્રોફાઈલ રહેવાની આદત તમને ખરા અર્થમાં હાઈ પ્રોફાઈલ બનાવે છે.
આ તો એવું થાય કે બધા અમ્પાયર,પ્લેયર,કોમેન્ટેટર વગેરેને જુએ,પણ મેચ રેફરી પાસે આખુસ અર્વૈયું હોય…હા હા…સમગ્ર ટીમને અભિનંદન,ખરેખર સરસ કામ કર્યું છે….
Pingback: ઈ-વાચકમાં “રીક્ષા અને રીક્ષાવાળાઓ” | | GujaratiLinks.comGujaratiLinks.com