સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે
ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !
અને
Honest carpenter returns Rs 59.30 crore in Gujarat
આના જેવા જ એક કિસ્સામાં પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……
એક્સીસ બેંક-રાજકોટમાં (બેંકની ભૂલથી) એક ભાઇના ખાતામાં 3.25 કરોડ ટ્રાન્સફર થયા અને એ ભલા-ભોળા ભાઈને પૈસા ઉપાડવા(!)માં બેંકે ગ્રાહક ભગવાન છે ની રૂએ મદદ પણ કરી!
આ “ગુજરાત સમાચાર” ની હાર્ડ (કે પ્રિન્ટ) કોપિમાં વાંચ્યા, મને લિન્ક ખબર નથી
(ઉપસંહાર – ખાતું ખોલાવવું હોય તો બસ એક્સીસ બેંકમાં જ. કબ ખુદા છપ્પર ફાડકે દે દે!)
હા, તો એ સમયે દલા તરવાડીની યાદ આવી હતી અને આ વખતે પણ પેલો જુનો ટૂચકો યાદ આવી ગયો જેમાં એક કાકા પાણીમાં પડેલા બાળકને બચાવે છે અને એના સમારંભમાં એ “સ્પીચ” આપે છે કે મને ધક્કો કોણે માર્યો?! આ કિસ્સામાં પણ કંઇક એવું થયું હોય એવું ન બને ? કેમ કે જુવો સંદેશમાં આમ લખેલ છે કે
આટલી મોટી રકમ ખાતામાં જમા થઇ હોવાનું જોઇને આંતરરાષ્ટ્રીય હવાલાના નાણાંની આશંકા થતાં જુગલકિશોરે તેમના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રને આ વાતની જાણ કરી હતી.








4 Comments
October 16, 2009 at 2:45 pm
એ પણ મિસ્ત્રી હતો. હું પણ મિસ્ત્રી છું. પણ, કોઈ બેંક મારા પર મહેરબાન થતી નથી
October 16, 2009 at 7:19 pm
I also read the news you mentioned in the Divya Bhaskar. (for a change this time I read this news in a hard copy of divya bhaskar as I’m in India rightnow). After reading the news I was really wondering how come honesty came into the picture. It was a mistake of Bank and amount was there in the system and not in the pocket of that fellow. So bank would have anyway deducted the amount upon realization of mistake.
(Had to write comment in English as don’t have gujarati fonts installed on the pc i’m using rightnow)
Happy diwali and happy new year to you and your family.
October 17, 2009 at 4:00 pm
@Krunal, આ તો ના ચાલે. મારા ઘરે આવીને ગુજરાતી ફોન્ટ લઈ જાવ!
October 19, 2009 at 11:21 pm
Rajnibhai…
Apda Gujarati papers pasethi tame atli badhi apexa na rakho yaar!!
Te bichara shu lakhi rahya hoy che teni temne ghani vakhat khabar nathi hoti!!!
Nava varshni subhecchao.