September 8, 2009...4:53 pm

આશા ભોંસલે અને મોગરદાળમાં સામ્ય?!

Jump to Comments

આજે બપોરે મને મારી વાઇફે ઉપરોક્ત સવાલ કર્યો! સ્વાભાવિક છે કે મોગરદાળ અને આશા ભોંસલે બન્નેમાં આપણને (હવે ) “રસ” ન હોય એટલે ખબર ન હોય!થોડા ટાઇમની દિમાગી કસરત બાદ મેં શરણાગતિ સ્વિકારીને કહ્યુ કે તમે જ ફરમાવો  તો કહે કે આજે આશા ભોંસલેનો જેટલામો જન્મદિવસ છે એટલા રૂપિયા મોગરદાળનો ભાવ છે = 76!

.

.

.

.

(આજે રાશન ઘરે આવ્યું એનો પ્રભાવ!)

11 Comments

  • આમાં હસવું કે રડવું તે ખબર નથી. કરિયાણું આજ-કાલ હું જ લાવવાનું રાખુ છું – પણ, હવે, લિસ્ટ બનાવીને જ જાઉં છું. પહેલાં, તો રીલાયન્સ વાસી કે ચોર(બિગ)બઝારમાંથી જે તે ઉપાડી લાવતો હતો..

  • :D .. hilarious..

    and bitter truth of rising prices of essential needs… !!

  • તો હવે આશાજી ની સરખામણી મોગર દાળ સાથે થવા લાગી… શું દિવસો આવી ગયા છે!!!

  • “રસ” ના હોય એ કયા સેન્સ મા લખ્યુ ખબર ના પડી

  • * કાર્તિકભાઈ શબ્દને જરા ફેરવી ને લખીયે તો કેમ? = બિગ (ચોર) બઝાર!

    * હા કુણાલ મોગર દાળનું મોઘમ સત્ય.

    * સાક્ષર, અરે! દિવસો તો એવા આવ્યા છે કે મોગર દાળની સરખામણી આશાજી સાથે થાય છે.

    * શ્રી 404 “રસ” ના હોય એ રમૂજમાં અને નોનસેન્સ રીતે લખ્યું છે

  • That’s what i call a humour

  • આશા જી નુ અપમાન ના કરાય..she is legend..rest is humorous..

  • કયા એંગલથી અપમાન થઈ ગયુ એ મને સમજાયુ નહી છતાંપણ સમજ્યા વગર પણ = એવું કયાંય લાગતું હોય તો દિલગીર છું

  • આવત મહીને હું ઇન્ડિયા આવું છું અને મારી સાથે 5 કીલો ખાંડ લઇ આવવાનું વિચારુ છું. ત્યાં ઇન્ડિયામાં મેં સાંભળ્યું છે કે 60 રૂપિયે કીલો ખાંડ થઇ ગઇ છે. મને અહીં (ડોલરમાં પણ) 35 રૂપિયાની આસપાસ પડે. એટલે વિચારુ છું કે અહીંથી લઇ જઉ.

    પહેલા એક જમાનો હતો કે હું ઇન્ડિયાથી કરિયાણાનો સામાન લઇ જતો કારણ કે સસ્તુ પડતું હતુ પણ હવે ઉલ્ટી ગંગા વહેવાની છે. :)

  • જોરદાર..મોગરની દાળ અને આશા ભોસલે વચ્ચેનું કનેક્શન જબરું શોધી કાધ્યું મારા વતી તેમને અભિનંદન કે જો.

  • વિવેક દોશી,
    હું ક્યારેય કોઇની કોમેન્ટ રીજેક્ટ કે એડીટ કરતો નથી, પહેલી વાર તમારી કોમેન્ટ પર કાતર ચલાવવી પડી, એની નોંધ લઈને ભવિષ્યમાં ધ્યાન રાખજો.… આ બાબતમાં કંઇ કોમ્યુનીકેશન કરવું હોય તો મેઈલ થી કરવું.


Leave a Reply