July 15, 2009...1:11 pm

Short_Sweet-III

Jump to Comments

જાહેરાતની સ્ટાઇલમાં જાહેરાત કરૂં તો અમારી  Short_Sweet સિરિઝ (સીરીંજ)  બે-બે પોસ્ટસની જ્વલંત સફળતા (એટલે કે તમે સહન કર્યા ) બાદ રજુ કરીયે (ફરી એટલે કે માથે મારીયે)  છીએ.. ત્રીજી આવૃતિ… ઠેનટેનનન…

પરંતુ એ પહેલા જો પહેલામાં બચી ગયા હો તો આ રહી લિન્ક ની લપ…

http://rajniagravat.wordpress.com/2009/06/18/short-sweet-i/

http://rajniagravat.wordpress.com/2009/06/18/short-sweet-ii/

આ ત્રીજા ભાગની “ખૂબીલીટી” એ છે કે ખુદના ચાકડે બનેલા એટલે કે ઘર બિલ્કુલ જૈસા સ્વાદ..

સવાલ:-  ખબર છે કે ધુમ્રપાન હાનિકારક છે છતાંપણ માણસો શું કામ કરતા હશે?

જવાબ:-  માણસ હોય તો આવું કરે? ! (જો જો વાત બહાર જાય નહી -હું કરૂં છું )

સવાલ: - માણસ પ્રેમ કેમ કરે છે?

જવાબ:- ક્યાં કરે છે? કરે છે?

સવાલ:- માણસ નફરત કેમ કરે છે?

જવાબ:- કેમ કે બધાને એવું કરતા જ જુવે છે!

સવાલ:- ઇન્ટરનેટના આગમનથી ગુજરાતી સાહિત્ય અને પત્રકાર જગતમાં શું થયું?

જવાબ:- વાંચકોમાં કેટલું જ્ઞાન અને લેખકોમાં કેટલું અજ્ઞાન ભરેલું છે એ છતું થયું!

અંતમાં….

ટુંકું લખવાથી દરેકને સમજાતું નથી

અને

લાંબુ લખવાથી તો સ્વયંને ય સમજાતું નથી!

(ઉપરની બધી સામગ્રી મારી જ છે પરંતુ જેમ ગોર બાપા એક ને એક પુજાપો બધે વાપરે એમ આ પણ રિ-યુઝ્ડ છે.. )


http://www.orkut.co.in/Main#CommMsgs.aspx?cmm=49137428&tid=5355223052041879558

http://www.orkut.co.in/Main#CommMsgs.aspx?cmm=49137428&tid=5283582928580255138&na=2&nst=119

4 Comments


Leave a Reply