થોડા સમય પહેલા અમે ત્રણ મિત્રોના કુટુંબ કબીલા સાથે કચ્છમાં ક્યાંક એવી જગ્યાએ રખડવાનું મન થયું કે કંઇક “ટૉમેટો કેચ અપ” ની જેમ સમથીંગ ડિફરન્ટ હોય!
અલગ અલગ જ્ગ્યાના નામ લેવાતા ગયા, અને ચોકડી મારતા ગયા, આખરે ભુજ સ્થિત મિત્ર ક્ષિતિજ શુક્લાને પુછતા એણે એક જગ્યાનું નામ આપ્યું અને કહ્યું કે તેઓ ગયા તો નથી પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં ફરતા એમ નહી લાગે કે રણમાં છો, આખા કચ્છમાં અહિં જેટલી હરિયાળી ક્યાંય કલ્પી નહી શકો! એ જગ્યા એટલે ભુજથી માતાના મઢ, નારણસરોવર જતાં સામત્રા ટીવી રીલે સ્ટેશન આવે છે ત્યાંથી 4 કિ.મી. એક આડો રસ્તો ફંટાય છે અને એનું નામ= ચારવા રખાલ યાને પ્રાગસર.

પ્રાગસરમાં પ્રવેશ
ભુજમાં જ અંદાજ આવી ગયો કે આ જગ્યાતો કંઇક અલગ હોવી જોઇએ! કોઇએ આવું (વિચિત્ર) નામ સાંભળેલ ન હતું, ભુજથી 21 કિ.મી. સામત્રા તરફ પ્રયાણ કર્યું , ફરી સામત્રામાં એક પુછ-પરછ પણ કોઇને ખબર ન હતી! છેવટે એક બુઝુર્ગને આ વિશે ખબર હતી, એટલે સામત્રાથી 4 કિ.મી. ના અંતરે આવેલા એ વેરાન સ્થળે પહોંચ્યા!.

મગર અને માછલીઓથી તસતસતું તળાવ
ત્યાં ગયા તો એકદમ રાજાશાહી સ્ટાઇલ ……….. એટલે કે એમને કંઇ પડી ન હતી, રસ ન હતો. અને છતાંયે એન્ટ્રી અને પાર્કીંગના ચાર્જીસ “સરા એવા” . એ અલગ વાત છે કે પાર્કિંગ જેવું કંઇ હતું જ નહી ( જો કે મને એનાથી એક આઇડિયા આવ્યો હવેથી આપણા ઘરે કોઇ આવે તો આપણે પણ પાર્કિંગ ફિ લઈ શકીયે. ) એની વે, ત્યાં ચોકીદાર, કેર ટેકર કે જે કંઇ કહો એવા એક દરબાર હતા તેઓ સાથે ”સલુકાઈ” વાત કરી તો એમણે અમુક વાતો કરી-
1 – અહિં તળાવમાં 400 મગર રહે છે.
2- આ ગાર્ડન નથી, જંગલ છે અને તે 26 કિ.મી. માં પથરાયેલું છે.
3- વરસો પહેલા અહિં રાજા શિકાર માટે આવતા.
[ અમે 3 કલાકમાં દુ..ર દુ..ર એક જ મગર જોયો! કાર લઈ જવાની મનાઈ અને સાથે પરિવાર હોવાથી 2.6 કિ.મી. પણ અમે ચાલ્યા નથી ]

મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો
ત્યાં અમુક ક્વૉટ બહુ જ સરસ હતા અને સરસ રીતે લખ્યાં હ્તાં , કે આપણને કોઇ સ્કૂલ કે સરકારી પરીસરમાં હોય એવા આર્ટીફિશ્યલ અને સંવેદના-હિન ન લાગે. એજ રીતે આપણે જનરલી ગાર્ડન જ જોવા ટેવાયેલાં હોઇએ તો થોડી નવાઈ લાગે બાકી જંગલની મજા નિરાલી છે એ જોઇએ ત્યારે ખબર પડે કે અહિં કંઇ “ગોઠવી”ને નથી રાખ્યું, પરંતુ ખુદ કુદરતે સજાવ્યું છે.

છેને જક્કાસ બાકી?

ત્યાં નહિ અહિં જોઇને કહો કે છે ને જક્કાસ ?
કોણ જક્કાસ ? અરે ખાલી સાઇડ નહી ડ્રાઇવર સાઇડ જુવોની ભલા!
જેમ ઉપર વાત કરી કે અલગ અલગ ક્વૉટ તો અમુક સુચના હતી જેમાં સરસ સુચન હતું કે જો કુદરતને સાંભળવી હોય તો શાંતિ રાખો. પણ એમ આમણે મુંગા મરીયે? કલબલાટ કલબલાટ ! [કોનો એ પુછીને ધર્મસંકટમાં ન મૂકતા!]

ચાલી ચાલેને થાક્યા ચરણ તો યે ન પહોંચ્યા . . .
અહિંથી ભુજ ની હોટેલ પ્રિન્સના તોરલ રેસ્ટોરન્ટમાં પેટ પુજા કરી કાફલો નીકળ્યો રૂદ્રાણી ડેમ અને રિટર્ન ભુજમાં હિલ ગાર્ડન તરફ , પરંતુ અભી લેતે હૈ એક છોટા સા બ્રેક.








8 Comments
July 9, 2009 at 7:08 pm
Nice description rajnibhai… i miss my tracking days at ” BAKOR” near panchmahal….
July 9, 2009 at 8:42 pm
સરસ રજૂઆત. આ જગ્યાની મુલાકાત લેવી પડશે એવું લાગે છે.
July 9, 2009 at 9:17 pm
yes , nice place !
July 9, 2009 at 9:41 pm
રખડપટ્ટીની રોચક રજૂઆત.
July 10, 2009 at 4:46 pm
અહિં તળાવમાં 400 મગર રહે છે.
WHO COUNTED THEM?
July 11, 2009 at 5:28 pm
સરસ રજૂઆત
July 13, 2009 at 3:00 pm
મિત્ર રજની,
તારી આ પોસ્ટ વાચી ને આપણા એ ગોલ્ડ્ન દિવસો ની યાદ તાજી થૈ ગઈ. હવે તો જ્ન્ગલો પણ ઘટ્તા જય છે અને માનવીઓ પાસે કુદરત ને ખોળે આળોટવા નો સમય પણ ખુબ ઓછો બચતો જાય છે. આ પોસ્ટ વાચી ને આ હકિકત ખુબ ચચરે છે પણ માનવી ને મુળ સ્વભાવ થી વિપરિત વર્તવા મજબુર કરે તેનુ નામ જ સજોગ…….. આવુ આવુ પીરસતા રહેજો…….
July 13, 2009 at 8:23 pm
[...] 13, 2009 · Leave a Comment 9 જુલાઈના રોજ રખડપટ્ટીની એક પોસ્ટ કરી હતી અને બ્રેક લીધો હતો એ બ્રેકને [...]