મિત્ર જયેશ ભેદાના (ફોર્વડેડ) ઇ-મે ઈલ માંથી સાભાર.
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…
અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!!
સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો…
આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!
બરફ જેવી છે આ જીંદગી…
જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી….
પ્રશ્નો તો રહેવાના જ…
સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..
અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!
ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે…
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે;
અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.
કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે, જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે!!!
અને છેલ્લે….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત.
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે …………તે મોક્ષ.








11 Comments
June 19, 2009 at 12:22 pm
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત.
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે …………તે મોક્ષ.
kharekhar khubaj saras(gujaraati na lakhi shakava badala kshama)
June 20, 2009 at 1:04 am
ખુબ જ સુંદર..
આભાર..
June 24, 2009 at 12:14 am
Rajnibhai, Superb work….
ઑર્કુટને બદલે બ્લૉગિંગ તમને વધુ સદ્યું છે.
July 9, 2009 at 2:35 pm
Copy paste… Copy paste… Copy paste… Copy paste…
July 9, 2009 at 4:52 pm
મુરબ્બીશ્રી,
કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટનો જાપ જપવાને બદલે ફોડ પાડો કે કોણે, ક્યારે? ક્યાંથી? અને શું કૉપિ-પેસ્ટ કર્યુ?
[આ કોમેન્ટને તમારી જેમ બન્ને બ્લોગ પર કૉપિ-પેસ્ટ કરૂ છું ]
July 10, 2009 at 7:41 am
Keep Copying
http://www.bpaindia.org
http://www.yogaeast.net
E Mail is good AS LONG WE LEARN FROM IT!!!
July 10, 2009 at 7:41 am
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત.
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે …………તે મોક્ષ.
July 10, 2009 at 10:42 am
[...] 10, 2009 · Leave a Comment જુન 18, 2009ના રોજની મારી એક Short_Sweet-II પોસ્ટ પર બે બુઝર્ગો નામે સુરેશ જાની [...]
July 15, 2009 at 1:11 pm
[...] http://rajniagravat.wordpress.com/2009/06/18/short-sweet-ii/ [...]
July 30, 2009 at 3:03 pm
રજનીભાઈ એક વધુ કોપી માસ્ટરે આ લખાણ પોતાના બ્લોગ પર કોપી કરીને બ્લોગનો શુભારંભ કર્યો છે.
http://mustakbadi.wordpress.com/2009/07/28/%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE/
July 31, 2009 at 5:05 pm
હિના બેન
તમે ખોટી તકલીફ લીધી! કેમ કે એ ભાઈના બ્લોગ પર તારીફ વાળી કોમેન્ટ એપૃવ થઈ છે પણ મેં આ પોસ્ટ વિશે જાણ કરતી લિન્ક ત્યાં આપી તો હજુ સુધી તો એપૃવ થઈ નથી..આગે આગે રામ જાને!