નીચે આપેલ મેટર એક અલગ પેજમાં જ બનાવેલ, હવે એ પેજ ડીલીટ કરીને પોસ્ટ બનાવવાનું વિચાર્યું છે.
1- ઉપદેશાત્મક વાંચતા, સાંભળતા કે કહેતા પહેલા જરૂરી છે – ભૂલ !
( મૌલિક )
2- માણસ મોટાભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે,
એટલો સમય મિત્રો પાછળ આપતો નથી !
(જય વસાવડા)
3- સાઘુ મહારાજ:- અમે વર્ષો સુધી ચૂપ રહીએ અને એને મૌનવ્રત કહીએ.
પુરુષ શ્રોતા :- પણ સ્વામી અમે તો એને લગ્ન કહીએ છીએ.
(ડૉ. હંસલ ભચેચ અને SMS માંથી)
4 > – આપ મુવા વિના સ્વર્ગે ન જવાય (કહેવત ભંડાર)
>>- BUT I Don’t Like સ્વર્ગ હો!
(તારીખ : 17-02-2009)
આજે પહેલીવાર (ભાસ્કર ગૃપનું) અહા! જિંદગી જોયુ અને એ પણ જુનું ! તો ખબર પડી કે સાલું આ તો ભૂલથી “મિસ્ટેક” કરી! એટલે કે એ મેગેઝિનમાં પ્રમોદ બત્રાનો ટૂંકું ટચ નામનો વિભાગ છે! જ્યાં આ જ રીતે વીણેલાં મોતી પથરાયેલા છે. એની વે, આ ક્યાં કોપિ રાઇટ ભંગ જેવો કેસ ગણાય? એના કરતાં ત્યાંના અમુક મોતી અહિં સેરવી લઉં તો કેમ?
5- પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે કીડો હતું.
6- ખોટું કરવા માટેની કોઇ સાચી રીત નથી.
7- ઊંદરદોડમાં મુશ્કેલી એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છોં.
Updated on 26-02-2009
8- આતંકવાદ કે આતંકવાદીને કોઇ ધર્મ હોતો નથી. તેવું કહેવાની ફેશન થઈ પડી છે. દરેક ધર્મનાં કટ્ટરપંથીઓ ત્રાસવાદના ઉપાસકો હોય છે અથવા બની જાય છે, પણ ધર્મ અને ધાર્મિક ઝનૂન ત્રાસવાદને પોષણ આપતું મજબૂત પરિબળ છે. =નગીનદાસ સંઘવી (‘તડ અને ફડ’, “દિવ્ય ભાસ્કર”, 25-02-2009)
9 – દાદા છે પણ દાદી નથી!
ભાઈ છે પણ ભાભી નથી
નવરો છે પણ નવરી નથી!
રોજી છે પણ રોટી નથી!
બોલો આ શું છે?
.
.
.
>>>>>> દાદાભાઈ નવરોજી <<<<<<<<
( માણસો કેવા હોય છે? કંઇ ન મળે તો બ્લોગ પર એસ.એમ.એસ. ઠપકારે ! બહુ ખોટું ને? )
Updated on 06-03-2009
10 - ગાંધીજીના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના ‘એ’થી ‘ઝેડ’ સુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે. = ચંદ્રકાન્ત બક્ષી
સ્ત્રોત – http://bazmewafa.wordpress.com/2009/03/06/gandhiji_cbaxi/








2 Comments
July 15, 2009 at 1:11 pm
[...] http://rajniagravat.wordpress.com/2009/06/18/short-sweet-i/ [...]
July 18, 2009 at 2:00 pm
Fari ek var afsos k hu samay api nathi shakti. karn k ahi bhulya padya pachhi bahar avva nu man n thay.