પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાનો હતો, આપણે પાના રમતાં,
તું હંમેશા જીતી જતો અને હું હંમેશા હારી જતો
ક્યારેક ક્યારેક જાણી જોઇને પણ,
તું કોઇપણ હરીફાઈમાં જતો
ત્યારે તમામ શિલ્ડ અને સર્ટીફિકેટસ, મારા હાથમાં મુકી દેતો
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું!
પરંતુ હવે….
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે હરાવીને
જીતાતું હશે….
મારા દિકરા..?
તારા બધાં શિલ્ડ, સર્ટીફિકેટસ તો મેં
હજુ સાચવી રાખ્યા છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
.
.
.
.
.
.
.
કે તારું “ડેથ સર્ટીફિકેટ” પણ મારે જ સાચવવાનું? ! = એષા દાદાવાલા (સૂરત)








3 Comments
June 16, 2009 at 8:23 pm
The worst thing a father thinks in his life..
really good one.
http://malji.wordpress.com
June 16, 2009 at 8:27 pm
બિલકુલ એષાબ્રાંડ એટેકદાર કાવ્ય.
June 18, 2009 at 11:57 am
અદભુત