ગુજરાતી ભાષાને વ્યાકરણ હશે પણ ગુજરાતી ઝબાનને વ્યાકરણ નથી. ઇતિહાસના જન્મથી મહાસાગરો ખેડનારી પ્રજા વિદ્વાનોના હુકમ પ્રમાણે બોલતી નથી…
જૂના સાહિત્યકારોએ પાઠ્યપુસ્તકોમાં ઘુસાડેલા પાઠોવાળી ભાષા નહીં પણ માના ફફડતા હોઠ જોઇને એના ખોળામાં સૂતાં સૂતાં શીખવી શરૂ કરી હતી એ ભાષા જે સૌ પોતાની રીતે બોલી શકે છે . જન્મજાત હકથી બોલી શકે છે.
અને …હવે પછી દરેકને પોતાની જોડણી કરવાનો અધિકાર છે ( ગાંધીજીની ક્ષમાયાચના સાથે !)
ગુજરાતી ભાષા અંગ્રેજીની જેમ જ્યાં જ્યાં બોલાય છે ત્યાંનું સ્વરૂપ અખ્તિયાર કરી લે છે. ગુજરાતી આદ્ર્ષ્ટિએ અંગ્રેજીની બહુ નિકટ છે, કારણ કે એ પણ વિશ્વભાષા છે, વ્યવહાર અને વેપારની ભાષા છે.


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





